અમસ્તી વાતો

અમસ્તી વાતો ને અમસ્તી નહિ સમજવી …..

કેવી રીતે જઈશ

with 5 comments

આ પ્રથમ ગુજરાતી મુવી મેં જોઈ ….. મુવી ખુબ સરસ બનાવી છે ….. શરૂઆત થી અંત સુધી જોવા ની મજા આવી … વાર્તા નો સારાંશ ખબર હોવા છતાં મુવી જોવા ની ગમી … લાગણી ઓ ને અને સબંધો ને સારી રીતે દર્શવ્યા છે …

યુવાનો ને પણ ગમે એવી ગુજરાતી મુવી છે ….દરેક ગુજરાતી એ મુવી જોવું જોઈએ ….. કારણ કે પરંપરાગત ગુજરાતી મુવી કરતા ખાસ અલગ હતી ….

અમેરિકા કે બહાર ના દેશ માં જવા નું ગાંડપણ ગુજરાતી ઓ માં વધારે દેખાઈ છે …. મેં પણ અનુભવ્યું છે …  હું પોતે પણ અમેરિકા રહી આવી છું .. ૩ વરસ … એક બીજા દેશ માં રેહવાની અને બધું જાતે કરવા નો જે અનુભવ થયો છે એ એકદમ અલગ હતો …. બધી જ ક્ષણો માણી  છે ત્યાં  …  જયારે મેં અમેરિકા જવાનું વિચાર્યું હતું … ત્યારે વિચારવું નહિ પડ્યું … એના થી ઉલટું મારે ભારત પાછા આવા માટે વધારે વિચાર્યું પડ્યું હતું ….

મેં મારી બધું જ ભણતર સુરત માં કર્યું છે .. મારા પપ્પા ના નહિ કેહતા પણ સુરત ની બહાર ભણવા ની વાત કરું તો એવા તણાવ માં આવી જાય … પિતા તરીકે એમની ચિંતા સમજતી હતી ….. પણ જયારે મેં અમેરિકા ભણવા નું કીધું, તો જરા પણ સંકોચ વગર મને સંમતી આપી …. આતો એવું થયું અપને પોતા દેશ માં જ સુરક્ષિત અનુભવ નથી કરતા …. ખાસ કરી ને યુવાન છોકરી ઓ ના માતા પિતા …. 😦

કેવી રીતે જઈશ આવો સવાલ મને પણ થયો હતો જયારે મગજ માં ક્યાંક થી ખબર ની અમેરિકા વધારે ભણવા ની ઈચ્છા થઇ હતી ….

મને વિઝા મળ્યા ત્યારે મારા પપ્પા કીધું તું .. વિઝા મળે એટલે અમેરિકા જવું જ એવું નહિ અને અમેરિકા જાય તો ત્યાં રેહવું એવું નહિ …. ભણવા નું પૂરું થાય તો પાછા અપના ઘરે નિરાંતે આવી શકે છે …. (પપ્પા પણ અમેરિકા જઇ આવ્યા છે … એમને ત્યાં ની રીત ભાત નથી ગમતી …  😦  )

પરંતુ અહિયાં .. આપણા પોતા ના દેશ માં પાછા ફરીએ તો લોકો ના સવાલો તમારા દિલ અને વિશ્વાસ ની વાટ લગાવે ….

સવાલો કઈ આ પ્રકાર ના હોઈ છે – પોતે અનુભવ્યું છે આ .. બસ થોડા સવાલો જ લખું છું …. અને ઘણા બધા સવાલ જવાબ ના સંવાદો હું ભૂલી પણ ચુકી છું …. ;(

૧. કેમ આવતા રહ્યા પાછા ???
અરે મારા દેશ માં મારા ઘરે પાછા આવા માટે પણ કારણો આપવા પડશે …

૨. સારું થી આવી ગયા …
મારા પાછા આવાની રાહ જોતા હતા …..!!!!! 😉

૩. ત્યાં કશે જોબ ના મળી ???
સૌથી કાતિલ સવાલ આ હતો … મળતે અને તો પણ આવી જાતે તો …. અને એમ પણ અમેરિકા માં કામ તમે કશું પણ કરી શકો છો અને ગમે તે રીતે ત્યાં રેહવા ના ૧૦૦૦ રસ્તા ઓ છે જ .. પણ તો પણ અપને પાછા આવવું જ હોઈ તો ….

૪. હવે પાછા જવાના છો ??
હવે આનો જવાબ કઈ નક્કી હોતો નથી ….. ભવિષ્ય માં કોઈ કારણસર જવું પણ પડે … અને હું તમને શું કામ કહું … 😉

૫. આપને   તો ઇન્ડિયા માં જ સારું છે …
આ એવા લોકો છે જે લોકો ઇન્ડિયા ની બહાર ગયા નહિ હોઈ અથવા તો માત્ર પ્રવાસ અર્થે ગયા હોઈ ……અથવા પ્રમાણિક વ્યક્તિ ઓ જેઓ ને ત્યાં જઈને અને રહી ને આવ્યા છે અને નથી ગમ્યું ..

આવા અનેક હથોડા સવાલો હોઈ છે, જેનો સીધો જવાબો આપવા મજા ના હોઈ છે …..

જે પણ બહાર ભણવા, નોકરી કરવા જવા માંગે છે … એમને એક વાર ત્યાં જાય ને એ અનુભવ કરવો જ જોઈએ …. જેટલું સેહલું લોકો ફોટોસ કે મુવી જોઈ ને સમજે છે એવું તો નથી …..

Written by એકતા

જૂન 22, 2012 at 3:03 પી એમ(pm)

5 Responses

Subscribe to comments with RSS.

  1. ગુજરાતી મૂવી નું તો એવું છે કે .. સવાલ થાય “કેવી રીતે જોઈશ?”… વર્ષો પહેલાં દૂરદર્શન પર “ભવની ભવાઈ” નામની ગુજરાતી ફિલ્મ જોઈ હતી. સ્મિતા પાટીલ , નસરુદ્દીન શાહ, ઓમ પૂરી અભિનીત અને ડીરેક્ટર: કેતન મેહતા 🙂 આપણા સંજીવ કુમાર નું પણ કોઈક black n white ગુજરાતી મૂવી નાનપણમાં ટીવી પર જોયું હતું. રવિવારે દૂરદર્શન પર હથોડા છાપ ગુજરાતી મુવીઓ પણ આવતા. ઘરવાળાં જોયા કરતા એવું યાદ છે અને મને પાઘડી અને ધોતિયું વાળા કલાકારો જ યાદ છે 😉 પણ “કેવી રીતે જઈશ” જોવાની વધારે મજા આવી. મસ્ત મૂવી છે. મસ્ત ગીતો.

    અને લોકો તો સવાલ કર્યા કરે… લોગો કા કામ હૈ કેહના 🙂 ભારત બહાર જવા વિષે: આપણને તો એકવાર આખા જગતમાં કશી ચિંતા વગર રખડવાના અભરખાં છે 😉

    • મને પણ મન માં એ ધોતિયા અને પાઘડી મગજ માં ઘર કરી ગયેલા …. ગુજરાતી મુવી નું નામ આવે એટલે એવા કીરદારો મગજ માં ઉપસી આવે ….. એના થાકી હોઈ દિવસ હિમ્મત નથી કરી ગુજરાતી મુવી જોવા ની ….. કેવી રીતે જોઇશ ક્યાંક અપને અપની સાથે સાંકળે છે …

      હા લોકો તો સવાલો પૂછવા ના જ અને અમુક પ્રાણી ઓ તો સવાલ ની પૂછે તો પણ જવાબો ઉલેચી દે છે મફત માં …… પરંતુ આ એવા લાક્ષણિક સવાલો હોઈ છે જેની અપેક્ષા હોઈ જ છે … 😉

      ઘણા લોકો ના સવાલો અને જવાબો એ લોકો કહે એ પેહલા જ ખબર પડી જાય છે … અલબત, ૬ ઇન્દ્રિ ના લીધે નહિ .. પરંતુ એમના લક્ષણો નો અભાસ હોવા થી …. 😉

      એકતા

      જૂન 24, 2012 at 1:39 પી એમ(pm)

      • ગુજરાતી મૂવી કહે એટલે હજી પણ ધોતિયું જ મગજમાં આવે છે 🙂

        હું તો ના ગમે એવા સવાલ આપવાનું ટાળું જ છું.. શાંત રહીને “ના” કહી દવ છું અને એવા પ્રાણીઓથી દૂર રહું છું… ભલે ને લોકો પોત પોતાની રીતે પાઘડી પહેરતા.. પહેરવા દેવી… 😉

  2. […] “કેવી રીતે જઈશ”, રીલીશ થયું એના બીજા જ દિવસે જોઈ નાખ્યું. “કેવી રીતે જોઈશ” એમ ના વિચારો…. જોઈ નાખો  મિત્રો એ સારા રીવ્યુ લખ્યા છે, એટલે લખતો નથી:  રીવ્યુ૧ | રીવ્યુ૨ […]

  3. આપડે પણ દેસી સ્ટાઈલ માં રીવ્યુ લખી નાખ્યું છે ……બાકી જોવા જેવું ફિલ્મ ખરું હો ….માંજો આવી જાય. ને અમેરિકા જઈ ને આવો એટલે લોકો એવા સવાલ કરે વાત પૂછો માં . આપડે નથી ગયા પણ અમારા એક પરમ મિત્ર જઈ ને આવિયા છે તો અણી સાથે ઘણી વાર હોઈ ત્યારે લોકો …..મગજ ના સુર ને પુગી વગાડે એવા સવાલ કરે .. http://goo.gl/3MfKb


Leave a comment