અમસ્તી વાતો

અમસ્તી વાતો ને અમસ્તી નહિ સમજવી …..

મુવીસ અને બીજું ઘણું

with 4 comments

special 26  જોવા માં આવ્યું, કેટલા સમય પછી અક્ષય કુમાર ને ખરેખર અભિનય કરવા ની તક મળી હોઈ એવું લાગ્યું, બધા જ પાત્રો એક બીજા ને ટક્કર આપે એવા હતા .. જીમી શેરગીલ મને ઘણા ચલચિત્રો માં ગમ્યો છે. અહિયાં ફરી બાજી મારી એ ગમ્યું. દિવ્ય દત્તા ને પણ સારી તક મળી, એમનો અભિનય પણ આપણ ને તો ગમે છે. અનુપમ ખરે માટે કોઈ ટીપ્પણી નહિ, એકરૂપતા અને ઉત્તમ અભિનય. 🙂

૧-૨ મહિના પેહલા મખ્ખી જોયું હતું. ઘણું મજા નું મુવી લાગ્યું. ધર્યા કરતા ખુબ ખુબ સારું. નવો વિચાર, એનીમેશન અદભુત, વાર્તા પણ સારા હતા. 🙂

ટેબલ નંબર ૨૧, પૂરું નથી જોયું બસ ૫ મિનીટ નો અંત જોયો … રેગિંગ પર છે. જોવા લાયક લાગે છે. રેગીંગ ના કારણે ઘણા યુવા જીંદગી ટુકાવે છે. કેહવા નું સરળ છે પરંતુ એનો સામનો કરે એ વ્યક્તિ નું માનસ કેટલું નબળું કે મજબુત છે. અને ઘણી વ્યક્તિગત વસ્તુ હોવાથી બધા માટે એક સરખી સરખાવી નહિ શકાઈ. 😦 બધા જો એક જેવા હોતે તો સમસ્યા જ ક્યાં છે. 😉

માડાગાસ્કર ૩ જોયું. અદભુત. મારા તો પેગ્વિન મનપસંદ છે. ઘણા પત્રો ઉમેરીયા છે, એના થી જરા મજા મારી ગઈ. પરંતુ જોવાની તો મજા આવી. 🙂

આજ કાલ ઘણા સારા લેખો વાંચવા મળિયા છે. દિવસ સુધારી નાખે એવા. તેથી બધા લેખકો ને ધન્યવાદ અને લખતા રહો. અમારા જેવા કેટલા ના દિવસો સુધરતા હશે. 🙂

આ મહીને બ્લોગ જગત માં આપનું વર્ષ પૂરું થયું. ખબર ના પડી જોકે. ઘણા મુદ્દે લખવા નું રહી ગયું છે. સંપાદન માં સમય નથી હોતો તેથી અમુક મુદ્દા ઓ લખી નથી શકી. 😦

valentine’s day પર ઘણા બ્લોગ અને લેખો વાંચવા મળિયા. વ્યક્તિગત રીતે જો હું પ્રેમ માં હોવ તો આવા દિવસ ની રાહ નહિ જોવ. અને પ્રેમ તો અનુભૂતિ થી થાય છે, જો એ નહિ હોઈ તો ભેટ સોગાદ શું કામ ના. જે સમય એ સાથ ના આપે અને આવા દિવસ એ અખો દિવસ સાથે પસાર કરવા ની વાત કરે એના થી શું ફરક પડે.

આપણો એજ જૂની લીટી … “ઓકાત હોઈ તો પ્રેમ કરવો એહસાન કરી ને કોઈ નો ઉદ્ધાર કરવો નહિ“. અને પ્રેમ કરો તો નિભાવો તો જ એ પ્રેમ… બાકી કરવા માં શું, વાત તો નિભાવ માં આવે છે.
પ્રેમ ના નામે ભાવનાત્મક અત્યાચાર વધુ થતો હોઈ છે. 😦

અને હા ભાવનાત્મક વ્યક્તિ ઓ એ દિલ થી લેવું નહિ. અને એમની લાગણી ઓ ને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. બસ વ્યક્તિગત વાત છે આતો.

ચાલો ફરી મળીશું, ત્યાં સુધી લખતા રહો. વાંચતા રહો. 🙂

Advertisements

Written by એકતા

ફેબ્રુવારી 20, 2013 at 5:16 પી એમ(pm)

with 2 comments

બસ એ જ લિ. યુવરાજ

ફરી આવી ગયો વેલેન્ટાઈન ડે, આ દિવસે શું શું થાય ? આ દિવસે મુખ્યત્વે નીચે  મુજબની ઘટનાઓ થાય –

ઘટના નંબર ૧ – વાંઢાઓ જલી જલી ને મરે

ક્યુકી સાસ ભી કભી બહુ થી , એમ હું ભલે અત્યારે પરણેલો છું પણ ભાઈઓ હું પણ ક્યારેક વાંઢો હતો ,  એક વાંઢા ને વેલેન્ટાઈન ડે ના દિવસે દુનિયા કેવી દેખાય , તો ભાઈઓ , એને આખી દુનિયા લાલ અને પોતાની જાત સફેદ રંગની દેખાય. સવારથી ” મેરા જીવન કોરા કાગઝ “ જેવા ગીતો યાદ આવે, વળી પાછો કોઈ ચહેરો યાદ આવે , જ્યાં તેને ક્યારેક કશા પ્રકાર ની સંભાવનાઓ દેખાઈ હોય , અને સમય જતા એ છોકરી ને બીજા કોઈની સાથે રસ્તા પર જતા જોઈ હોય , એવો અઘરો ચહેરો આ વેલેન્ટાઈન ડે ના દિવસે ખાસ યાદ આવે , કે કાશ ત્યાં મેળ પડી ગયો હોત , તો આજે સાંજે હું પણ તેની સાથે લો – ગાર્ડન જાત અને એને લાલ રંગનો ફુગ્ગો…

View original post 787 more words

Written by એકતા

ફેબ્રુવારી 14, 2013 at 3:16 પી એમ(pm)

દિન કુછ ઐસે ગુઝારતા હૈ કોઈ …

with 12 comments

એવી ઘણી યાદગાર ગઝલ આપનાર શ્રી જગજીત સિંગ ની થોડા દિવસ પેહલા  જ જન્મ જયંતી ગયી અને મને ખૂબ યાદો અપાવતી ગયી ..

મારી એક મિત્ર ના દ્વારા એના પિતાજી ના મિત્ર ની મુલાકાત થઇ હતી, એ પણ જગજીત સિંગ ના ચાહક હતા. જયારે એમણે ગઝલો વગાડી તો અનાયાશે મારાથી બોલાય ગયેલું, ઓહ જગ્ગુ .. .. એમણે USA માં શ્રી જગજીત સિંગ ના ઘણા સંગીત ના જલસો ઓનું  આયોજન કર્યું હતું. આવો એક મોટો ચાહક વર્ગ છે. 🙂  પરંતુ મારા જગ્ગુ સંબોધન પર ખુબ હસ્યાં હતા. અને મને પર મારી નિખાલસ મુર્ખામી પર જરા હસવું આવ્યું હતું. 😉

મેં પ્રથમ વખત “અર્થ” અને “સાથ સાથ” ના ગીતો સાંભળીયા હતા એ પણ હું ૮ માં ધોરણ માં અભ્યાસ કરતી હતી. બસ પછી તો થોડી શેર ઓ શાયરી ઓ નું સંગ્રહ શુરુ થયું … અને સ્કુલ માં થોડા મિત્રો ને ભેગા કરી ને સાંભળવા ની મજા આવતી હતી. અત્યારે જ એક સ્કુલ ની મિત્ર ને મળી અને એને એજ વાત યાદ કરી.  😉 .. લોકો યાદ કરે છે એ જાણી ખુશી થઇ … 🙂

થોડી પંક્તિ ઓ હું ખુદ પણ તાજી કરી લઉં અને એમના ચાહકો ને પણ કરાવી લઉં

યુ જીંદગી કે રાહ મેં મજબૂર હો ગયે .. ઇતને હુએ કરીબ કે હમ દુર હો ગયે ..

प्यार का पहला ख़त लिखने में वक़्त तो लगता है,
नये परिन्दों को उड़ने में वक़्त तो लगता है.

मैं ख़याल हूँ किसी और का मुझे सोचता कोई और है
सर-ए-आईना मेरा अक्स है पस-ए-आईना कोई और है

हाथ छूटे भी तो रिश्ते नहीं छोड़ा करते
वक़्त की शाख़ से लम्हें नहीं तोड़ा करते

कौन आएगा यहाँ, कोई ना आया होगा,
मेरा दरवाज़ा हवाओं ने हिलाया होगा.

वो दिल ही क्या तेरे मिलने की जो दुआ ना करे,
मैं तुझको भूल के जिंदा रहूँ, खुदा ना करे.

शाम से आँख में नमी सी है, आज फिर आपकी कमी सी है,
दफ़्न कर दो हमें कि सांस मिले, नब्ज़ कुछ देर से थमी सी है,

वो ख़त के पुर्जे उड़ा रहा था, हवाओं का रुख दिखा था,
कुछ और ही हो गया नुमायाँ, मैं अपना लिखा मिटा रहा था,

तेरे बारे में जब सोचा नहीं था,
मैं तन्हा था मगर इतना नहीं था,

બસ થોડી જ મુકું છું કેમકે સંગ્રહ ઘણો છે અને કઈ મુકું અને ના મુકું એ સવાલ ગુચવે છે થોડો. 😦

આ શેર અને શાયરી ના સંગ્રહ માટે ઘરે થી ઠપકો પણ પડ્યો તો, નીચે પ્રમાણે,
=> આ કઈ ઉમર છે આવું કરવાની.
=> સમજ પણ પડે છે શું કેહવા માંગે છે.
=> આ બધું આપણું કામ નથી.
અને એવું ઘણું બધું. સમજ નહિ પડી, કે એ સમયે મેં એવું તે શું કર્યું છે અને એનો કોઈ ચોક્કસ સમય પણ હોઈ છે એવું જ્ઞાન નહિ હતું  😦 ;(

પરંતુ પપ્પા એ બો ખાસ કીધું નહિ પણ પછી થોડું જાતે જ ઓછું કરી નાખ્યું. ભણવા ના ચક્કર માં. 😉 .

જગજીત સિંગ જી ની ગઝલો એકંદરે  ઘણી સરળ રેહતી હતી સમજવા માં અને ગાવા માં પણ. 😉

ખુબ ખુબ ધન્યવાદ જગજીત સિંગ ને જેમની કૃતિ ઓ જીવનભર જહેન માં રેહશે. 🙂

ફરી મળીશું કૈક આવીજ જ અમસ્તી પરતું જીવન ના અમુક પ્રસંગો ને જીવંત કરી દેતી યાદો સાથે કે નવી જ કોઈ વાતો સાથે.

Written by એકતા

ફેબ્રુવારી 12, 2013 at 3:10 પી એમ(pm)

સમય

with 4 comments

જયારે પણ સમય શબ્દ સાંભળું છું ત્યારે ત્યારે મને દુરદર્શન પર આવતું મહાભારત યાદ આવે છે …  નાના હતા ત્યારે ખબર પડતી હતી નહિ … આ સમય શું છે? …. એમાં વારંવાર સમય આવી ને કહે છે “મેં સમય હું .. ” અને વાર્તા આગળ વધારે છે …. એ કેમ આવતું હતું એ ચોક્કસ પણે નહિ કહું … પરંતુ એ જયારે આવે ત્યારે કોઈક ની વિવશતા કે વિશાળતા ની વાતો કરે છે ….

વ્યક્તિ કેટલો પણ કુનેહ કેમ ના હોય .. સમય એક ક્ષણે પ્રશ્નાર્થ મૂકી જ દે છે …   આનો મતલબ એ પણ નથી કે  વ્યક્તિ ની કુનેહ કે ક્ષમતા પર વિશ્વાસ નથી … પરતું સમય એને ક્યારેક તો માર્યાદિત કરે જ છે …

એકદમ સાદું ઉદાહરણ લઇ એ …. ભારત ના માનીતા ક્રિકેટર સચિન તેંદુલકર હોય કે અભિનય ના શનેશાહ અમિતાભ જી … એમની આવડત  કે ક્ષમતા પર કોઈ શંકા નથી ….  પરંતુ ચોક્કસ સમયે એ સત્ય નથી હોતું ….. એવો સમય પસાર કરીએ પછી અભિમાન નિંદા કે કોઈ પણ વિવેચક ની ખાસ અસર નથી થતી ….  આ તો ઘણા મોટા માથા ઓ ની વાત કરી …. આમ આદમી પણ આના થી પરે નથી …  અભિમાન કરવું અને એમાં રાચતા રેહવું દરેક ના સ્વભાવ માં છે …  ૫-૬ વસ્તુ માં શું નિષ્ણાત થઇ જાય પોતે જ કૈક છે એવું મગજ માં ભરાવી દે .. અને એમાં ૨-૩ વ્યક્તિ ચઢાવી દે એટલે પત્યું . એમાં થી બહાર આવતું અઘરું થઇ જાય …

સભ્યતા અને નમ્રતા કેવી રીતે જાળવવી એમનું ભાન નથી હોતું પછી …..

કાલે જ મને કોઈક એ કહ્યું …સમય જેવું કશું નથી હોતું, તમે શું કરો છો એ જ બધું છે … અને પ્રતિઉત્તર માં મેં બસ એટલું જ કહ્યું … તમે જેમાં નિષ્ણાંત છો એ શું દરેક ક્ષણે એક સરખું જ પુરવાર થઇ છે … કે ક્યારે નિષ્ણાંત હોવા છતાં નિષ્ફળતા નો અનુભવ થયો છે ?  બસ એમને જવાબ મળી ગયો ….   ફરી એક જ વાત … તમારી ક્ષમતા કે કુનેહ પર પ્રશ્નાર્થ નથી …  વાત બધા ની કદર કરવા ની છે …. વાત સફળતા બસ તમારે લીધે છે એવી રાય મગજ માં પેદા કરો છો એની છે ….

એક કેહવત છે ને …  “જબ આદમી ક બુરા વક્ત હોતા હૈ તો ઊંટ પે બેઠે આદમી કો ભી કુત્તા કાટ લેતા હૈ …”  😦 બસ એક વાર કુતરું કરડી જાય પછી શાણા લોકો માં વધારે નમ્રતા કે સમજ આવે છે …. અને અમુક કીડા ઓ ત્યારે પણ કુતરા નો જ કે ઊંટ નો વાક કાઢતા રહી જાય છે ….એવા લોકો માટે ઘણી સહાનુભુતિ … 😉

Written by એકતા

ડિસેમ્બર 3, 2012 at 3:57 પી એમ(pm)

તલાશ

with 7 comments

આમીર ના ચાહોકો અને ગંભીર ફિલ્મ ચાહકો ને ગમે એવી ફિલ્મ છે ….

પરંતુ હોલીવુડ મુવી “The Sixth Sence” જેમણે જોઈ હશે એ લોકો રહસ્ય પકડી પાડશે  … એમ પણ ભેદ છતો થોડે અંશે થઇ જ ગયો છે છતાં મને નિર્દેશન ની પરિપક્વતા ગમી … ઉપરાંત વાર્તા જે રીતે વર્ણવી છે એ પણ ગમ્યું  … 🙂  આમીર કરતા પણ કરીના બાજી મારી ગઈ હોઈ એવું લાગ્યું .. એકદમ સહજ અભિનય લાગ્યો .. 😉 આમીર એ એની પૂર્ણતા જાળવી છે .. જેના માટે એને ખુબ અભિનંદન .. રાની નો અભિયાન હમેશ જેવો જ લાગ્યો .. નહિ વધારે નહિ ઓછો ….

આપણે હમેશા શું સાચું ખોટું … કોઈક આસ્થા અને માન્યતા સાથે જીવતા હોઈ એ છે … અને અમુક વસ્તુ કે વ્યક્તિ માટે દ્રઢતા થી માનતા હોઈ છે …. :પ  એ કોઈક ના સમજવા થી કે વિશ્વાસ બેસાડવા થી પણ મનાતું નથી … એ તો બસ અનુભવ થાય ત્યારે જ મનાય છે … અને જયારે અનુભવ થાય પછી એ સ્વીકારવો સહજ નથી હોતો ..

વાત સામાન્ય – અસામાન્ય કે વિશ્વાસ – અવિશ્વાસ ની  નથી …. બસ અનુભવ ના અભાવ ની છે …

અમુક નિર્ણયો જીવન માં ખરા ખોટા કે વિશ્વાસ અવિશ્વાસ થી નથી થતા ….. અને એના માટે જયારે કારણો આપવાના હોઈ જે લોકો ને ખાતરી વાળા નથી લગતા ત્યારે એ સમયે જે અનુભવતા હોવ છો એ લોકો સુધી નહિ પહોચાડી શકતા ત્યારે બેહદ લાચાર જેવી લાગણી અનુભવાય છે … 😦

જેના માટે કોઈ દોષી નથી પરંતુ એ અનુભવ જેટલો જલ્દી પસાર થાય જી એટલી જ સારું હોઈ છે …

તલાશ માં આવું જ કૈંક કેહવા માં આવ્યું છે …  એક વાર જરૂર હોવી …. તલાશ પણ અને “The Sixth Sence” પણ. 🙂

Written by એકતા

ડિસેમ્બર 1, 2012 at 3:59 પી એમ(pm)

leave a comment »

જરા અમથી વાત ...

શાન દસમાં ધોરણમાં હતો ..તેના ભાઈ એટલે કે કાકાના દીકરાને આઈ આઈ એમ ટોપર તરીકે વિદેશમાં પંદર લાખ રૂપિયાનું પેકેજ ઓફર થયું ..એ વિદેશ ગયો …બસ ત્યારથી જ શાને એમ બી એ કરીને વિદેશ જવાનું સપનું પોતાનામાં વાવી દીધું …એણે ઓસ્ટ્રેલીયા જઈને એમ બી એ કર્યું અને અમેરિકામાં જોબ મેળવી ….માતા પિતાએ એક સુશિક્ષિત કન્યા મોના સાથે લગ્ન કરાવી દીધા ..મોના પણ સાયંસ પોસ્ટ ગ્રેજ્યુએટ હતી …અને ત્યાં તેણે પણ નોકરી શરુ કરી …..ખુબ ઝડપે પ્રગતિ થતી ગયી …પોતાનું હાઉસ ,મર્સિડીઝ કાર અને તગડું બેંક બેલેન્સ તે પણ અમેરિકામાં …શાન ખુબ ખુશ હતો …બે વર્ષ પછી અંશનો જન્મ થયો …શાનના મમ્મી પપ્પા એક વર્ષ સુધી અમેરિકા આવીને અંશને સંભાળી ગયા ….પણ મોનાને કઈ ખટકતું …ત્યાના સામાજિક પરિવેશમાં તે સેટ નહોતી થઇ શકતી..પણ તેણે એ પણ જોયું કે શાન આ બધું ક્યારેય છોડી નહીં શકે ..અંશને તે માંબાપની છાયાથી દૂર નહોતી કરવા માંગતી અને એટલે જ તે ઇન્ડિયામાં સાસુ સસરા પાસે…

View original post 437 more words

Written by એકતા

ઓગસ્ટ 7, 2012 at 11:56 એ એમ (am)

કોકટેલ

leave a comment »

આજે કોકટેલ જોવા માં આવ્યું …. અને કોકટેલ(મિશ્ર) જેવું જ લાગ્યું ….

આપણા જીવન માં લાગણી ઘણી મિશ્ર થઇ જતી હોઈ છે ….. બસ મુવી માં એજ દર્શાવા માં આવ્યું છે …. લાગણી ઓ સમજવી હમેશા મુશ્કેલ હોઈ છે .. અને એનાથી પણ વધુ એને દર્શવાવી …

મુવી માં જેમ બતાવ્યું છે …. કે એક બીજા ને પ્રેમ કરે છે અને બીજો ત્રીજા ને …. અને ત્રણે સારા મિત્રો હોઈ ….એટલે થાય છે કોકટેલ …..

આમ જીવન માં પણ આવું થતું જ રહે છે .. તને કોઈ ને પ્રેમ કરો અને એ કોઈ ને કરે તો તમે શું કરો ???? અત્યારે કેહવું સેહલું છે … જો ખરેખર આવી પરિસ્થિતિ નો સામનો કરવો પડે તો ?? .. પરંતુ જો ખરેખર આવી જ પરિસ્થિતિ હોય તો લાગણી ઓ ની વાટ લાગે …. સબંધો વણસે … મગજ ની દહીં …. શું સાચું શું ખોટો ની ખબર પડે નહિ …….આમાં ઘણી વાર જાણતા અજાણતા બીજા ની લાગણી ઓ ને ઠેસ પહોચાડતા હોય એ છે …. પરંતુ વાંક કોનો ???? કોઈ નો હોતો નથી ….. આવું પણ અપણા થી નથી સ્વીકારતું …….. ગયા ના ગયા બ્લોગ માં મેં લખયું હતું ….. “ઔકાત હોઈ તો જ પ્રેમ કરવો … કોઈ બીજા પર એહસાન કરતા હોઈ એવા ભ્રમ માં નહિ રેહવું ” …. સાવ સાચી વાત લાગી … તમે કોઈ ને પ્રેમ કરો અને એ બીજા ને કરે એમાં કોઈ નો વાંક ના હોઈ ….. એમાં એવું ના અનુભવવું કે તમે સારા નથી …. ના કે તમારો ઉપયોગ કરવા માં આવ્યો છે અને તમે પોતે સ્વાર્થી બની જાવ ……. પ્રેમ જબરદસ્તી થી તો ના થાય ને !!!! … અને જેને પ્રેમ કરો એ પેહલા તમારો મિત્રો તો બન્યો જ હશે … શું એ મિત્રતા બસ એક સ્વાર્થ માટે હતી …. અઘરું જરૂર હોઈ છે પણ મિત્રતા જાળવી જરૂર રાખી શકો છો …. સમય હમેશા એનું કામ કરતો હોય છે …… એ એટલું તો સમજાવી જ દેસે કે, તમે જેમ માનો અને ચાહો … એમ જ ચાલે એ જિંદગી ના હોઈ …… એ તમને આવી પરિસ્થિતિ ઓ નો સામનો કરવતો જ રેહશે ….. અને આવી પરિસ્થીતી ઓ એક જેવી જ નથી રેહતી …

ટૂંક માં ….. કોકટેલ જેવો લાગણી ઓ નો અનુભવ તો જીવન માં થતો જ રેહવા નો છે … બસ જેમ મુવી ના અંત ની જેમ એને જેટલું સહજ રીતે સ્વીકારી શકીશું ….એટલું જ સબંધો જાળવી રાખવા માં સફળ થઈશું …. પરંતુ હા …. તાળી એક હાથે નહિ વાગે …. સામે થી કોઈ હાથ લંબાવે તો સાથ ની આપો તો નુકશાન બંને નું જ થતું હોઈ છે …… જો આવી ભૂલ ના કરતા દોસ્તો …. 🙂

Written by એકતા

જુલાઇ 13, 2012 at 5:15 પી એમ(pm)