અમસ્તી વાતો

અમસ્તી વાતો ને અમસ્તી નહિ સમજવી …..

મહાભારત – પ્રતિજ્ઞા બલિદાન કોનું અને કોણે ભોગવવું પડ્યું

with 2 comments

ગંગા એના સાત પુત્રો ને ગંગા માં વહાવી દે છે …. આઠમો દીકરો વહાવા જાય છે ત્યારે શાન્તનું રાજા ધીરજ ખોઈ ને ગંગા ને રોકી લે છે ….બાકી બધું તો તમે જોયું જ હશે …

નવાઈ ની વાત છે કે આ મહાકાવ્ય ૩ જી સદી માં લખાયેલું છે … અને આજે પણ ઘણું પોપ્યુલર છે …

આજે ૨ એપિસોડ જોયો ક્યાં દેવવ્રત એના પિતા ના બીજા લગ્ન કરવા માટે એક ક્ષણ પણ નથી વિચારતો કે દુનિયા શું કેહશે ….વગેરે વગેરે … આજે ઘણી જગ્યા સાંભળ્યું છે કે દીકરા દીકરી …. એકલા પડેલા માતા કે પિતા ના પુનઃ લગ્ન કરાવે છે …. અને આ દેવવ્રત ભાઈ એ તો ૩ જી સદી માં આવું કામ કરેલું … શું આપણે આગળ વધ્યા છે કે પછી હજુ ૩ જી સદી માંથી જ કંઈક લીધું છે …

હવે લોકો ના જવાબો કંઈક આવા પણ હોઈ શકે –
૧ એતો રાજા હતા અને ત્યારે તો આવું બધું ચાલતું … રાજા કોઈ રાજકુમારી ને પરણે એ તો સામાન્ય છે પરંતુ મત્સ્ય કન્યા ને ??
૨ રાજા ઓ ની પાસે ઘણી મિલ્કતો હોઈ … વધારે ભાગ પડે તો પણ શું ફરક પડે

આવા ઘણા જવાબો હશે લોકો પાસે …

પરંતુ જેમ લોકો સામાન્ય રીતે કેહતા હોઈ છે કે એક સ્ત્રી ની જીદ અને અહંકાર થી મહાભારત રચાયું …. પણ જો ધ્યાન થી વિચારીયે કે જોઈએ તો ….

૧ દેવવ્રત નો પિતૃ પ્રેમ એ એને ભીષ્મ પ્રતિજ્ઞા લેવડાવી …
૨ સત્યવતી ના પિતા નો પુત્રી ના પુત્રો માટે રાજા બનાવા નો મોહ
૩ ધુતરાષ્ટ્રો નો પુત્ર મોહ …
૪ દુર્યોધન નો સંપત્તિ અને અહંકાર નો મોહ

હવે અહીં સુધી પહોંચતા તો દ્રૌપદી નથી આવી …. પણ કોઈ વસ્તુ કે વ્યક્તિ ની મોહ નો અતિરેક તમારી પાસે શું કરાવી શકે છે એનો નાનો પરિચય … …

અને બલિદાન ની વ્યાખ્યા કદાચ દેવવ્રત એ આપી .. અને એ ભીષ્મ પ્રતિજ્ઞા થઇ … આ પ્રતિજ્ઞા એ મહાભારત સર્જી એવું મને ક્યારેક લાગે …. કેમકે પ્રતિજ્ઞા ના તોડી અની સામે ઘણું થવા નું નહિ થયું અને નહિ થવા નું થયું …

મોટા ભાગે આપણે લોક સાંભળી વાત આપણા મન માં ઘણી અસર કરી જતી હોઈ છે અને એને જ આખરી સત્ય માની લઈએ છે … આંખે જોયેલું અને કાને સાંભળેલુ પણ ખોટું હોઈ શકે છે .. તમારા સંબંધ કેવા છે એ પણ એનો ભાગ ભજવી શકે છે …

આરોપી નું કરારનામું આપવું કેટલું સરળ છે … પછી એ દ્રૌપદી હોઈ યુધિષ્ઠિર હોઈ કૃષ્ણ હોઈ કે કોઈ સામાન્ય વ્યક્તિ ….

આપણા મહાકાવ્યો માં ભગવાન સામાન્ય માનવી બની ને જ અવતર્યા છે … એ બધી જ વેદના ઓ ભોગવી છે જે સામાન્ય માનવી એ વેઠી હોઈ … ગરીબ મિત્ર ને ચાહે તો શું નઈ આપી શકતે .. પરંતુ કદાચ આપણો ધર્મ આપણે ને કર્મ કરવા જ સ્ફુરે છે … આપણો કર્મ જ આપણો ધર્મ હોવો જોઈએ … એ શીખવે છે .. સાચું ને ?

Written by એકતા

એપ્રિલ 14, 2020 at 5:36 એ એમ (am)

૭ વર્ષ નો વનવાસ

with 3 comments

અત્યાર સુધી નો કાર્ય કાળ તો ફેબ્રુઆરી ૨૦૧૨ થી ફેબ્રુઆરી ૨૦૧૩ નો રહ્યો છે …. આજે માર્ચ ૨૦૨૦ છે, મતલબ ૭ વર્ષ નો વનવાસ.

આ સાત વર્ષો માં ઘણો ફેરફાર થયો છે દુનિયા માં …. હવે સોશ્યિલ મીડિયા એ બધું જ સેહલું અને ઘણું નજીક કરી દીધું છે ….. સોશ્યિલ મીડિયા ના જેટલા ફાયદા છે એટલા નુકશાન પણ છે …. આ એવો કોર્ટ રૂમ છે જ્યાં બધા જ ન્યાયાધીશ છે …. સલાહો તો સાવ મફત અને વગર માંગીયે મળી જશે … આમ કઈ નવું તો નથી કીધું મેં …

આટલા વર્ષો માં ઘણા વિચારો આવ્યા … અને એને બ્લોગ પર નહી તો કશે લખવા નું મન થયું પરંતુ કેમ બધા ની મેં કબર ખોદી ને દાંટી દીધા ….. આપણા બધા વિચારો જાહેર કરવા જરૂરી નથી હોતા ….. અને ઘણા વિચારો બસ પોતા અને પોતાના સુધી જ સીમિત રાખવા ઘણા જરૂરી છે ….. અને એવું હોવું પણ જોઈએ …… જ્ઞાન વેહેચવું જોઈએ પણ થોપવા માં આવે તો વ્યર્થ છે … નહિ ?

દસ વિચાર અને થોડી લાત ખાઈ ને શીખેલી વાતો …

૧ સામાન્ય બુદ્ધિ ઘણી કિંમતી હોઈ છે ….. ઘણા સારું ભણેલા માં પણ એની અછત દેખાઈ છે
૨ કશું જીતવા માટે કશું ખોવું પડે છે ….. બાઝીગર એ કીધું હતું .. સાવ સાચું છે …
૩ પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી હોતો … આ તમને ક્યારે હારવા નહિ દે …
૪ જાત મેહનત જિંદાબાદ … આ તમને સ્વમાની બનાવે તો સારું .. પરંતુ સવ્ચ્છન્દી બન્યા તો મજા નહિ આવે
૫ સ્ત્રી હોઈ કે પુરુષ …. બંને ને પાયા ની બે વસ્તુ ઓ ખબર હોવી હોઈએ ૧ ફાઇનાન્સ ૨ રસોઈ, ઘરકામ અને ઘર કઈ રીતે ચલાવવું ….. માત્ર પાયા નું જ્ઞાન હોવું જોઈએ
૬ જતું કરવું …. દરેક વખતે નહિ … પણ જતું કરવા જેવું હોઈ તો એ વિકલ્પ પેહલો પસંદ કરવો
૭ બધું જ પામવા માટે નથી હોતું … માણવા માટે પણ હોઈ છે …
૮ પ્રશંસા કરતા રેહવી જોઈએ … યોગ્ય વ્યક્તિ ની અને સાચી જગ્યા… ખુશામત ગિરી નહિ …
૯ નફ્ફટાઈ એ આજ ના જમાના નું સોનુ છે …. આ મને ખુબ અઘરું પડે છે .. નજીક ના લોકો ની પ્રથમ હરોળ માં આવતી સલાહ મારા માટે ની આ છે … લાગે છે ઘણી લાતો હજુ ખાવી પડશે … 😉
૧૦ જિંદગી ચાલતી જ રહેવા ની છે … તમે ને હું હોઈ એ કે નહિ ….

એવું નહિ વિચારતા કે કોરોના વાયરસ લોકડાઉન માં સમય મળિયો છે ….. નિયમિત દિવસ કરતા લોકડાઉન નો નિત્ય ક્રમ વધુ વ્યસ્ત હોઈ છે … સાચ્ચે જ 🙂

Written by એકતા

એપ્રિલ 3, 2020 at 11:08 એ એમ (am)

મુવીસ અને બીજું ઘણું

with 7 comments

special 26  જોવા માં આવ્યું, કેટલા સમય પછી અક્ષય કુમાર ને ખરેખર અભિનય કરવા ની તક મળી હોઈ એવું લાગ્યું, બધા જ પાત્રો એક બીજા ને ટક્કર આપે એવા હતા .. જીમી શેરગીલ મને ઘણા ચલચિત્રો માં ગમ્યો છે. અહિયાં ફરી બાજી મારી એ ગમ્યું. દિવ્ય દત્તા ને પણ સારી તક મળી, એમનો અભિનય પણ આપણ ને તો ગમે છે. અનુપમ ખરે માટે કોઈ ટીપ્પણી નહિ, એકરૂપતા અને ઉત્તમ અભિનય. 🙂

૧-૨ મહિના પેહલા મખ્ખી જોયું હતું. ઘણું મજા નું મુવી લાગ્યું. ધર્યા કરતા ખુબ ખુબ સારું. નવો વિચાર, એનીમેશન અદભુત, વાર્તા પણ સારા હતા. 🙂

ટેબલ નંબર ૨૧, પૂરું નથી જોયું બસ ૫ મિનીટ નો અંત જોયો … રેગિંગ પર છે. જોવા લાયક લાગે છે. રેગીંગ ના કારણે ઘણા યુવા જીંદગી ટુકાવે છે. કેહવા નું સરળ છે પરંતુ એનો સામનો કરે એ વ્યક્તિ નું માનસ કેટલું નબળું કે મજબુત છે. અને ઘણી વ્યક્તિગત વસ્તુ હોવાથી બધા માટે એક સરખી સરખાવી નહિ શકાઈ. 😦 બધા જો એક જેવા હોતે તો સમસ્યા જ ક્યાં છે. 😉

માડાગાસ્કર ૩ જોયું. અદભુત. મારા તો પેગ્વિન મનપસંદ છે. ઘણા પત્રો ઉમેરીયા છે, એના થી જરા મજા મારી ગઈ. પરંતુ જોવાની તો મજા આવી. 🙂

આજ કાલ ઘણા સારા લેખો વાંચવા મળિયા છે. દિવસ સુધારી નાખે એવા. તેથી બધા લેખકો ને ધન્યવાદ અને લખતા રહો. અમારા જેવા કેટલા ના દિવસો સુધરતા હશે. 🙂

આ મહીને બ્લોગ જગત માં આપનું વર્ષ પૂરું થયું. ખબર ના પડી જોકે. ઘણા મુદ્દે લખવા નું રહી ગયું છે. સંપાદન માં સમય નથી હોતો તેથી અમુક મુદ્દા ઓ લખી નથી શકી. 😦

valentine’s day પર ઘણા બ્લોગ અને લેખો વાંચવા મળિયા. વ્યક્તિગત રીતે જો હું પ્રેમ માં હોવ તો આવા દિવસ ની રાહ નહિ જોવ. અને પ્રેમ તો અનુભૂતિ થી થાય છે, જો એ નહિ હોઈ તો ભેટ સોગાદ શું કામ ના. જે સમય એ સાથ ના આપે અને આવા દિવસ એ અખો દિવસ સાથે પસાર કરવા ની વાત કરે એના થી શું ફરક પડે.

આપણો એજ જૂની લીટી … “ઓકાત હોઈ તો પ્રેમ કરવો એહસાન કરી ને કોઈ નો ઉદ્ધાર કરવો નહિ“. અને પ્રેમ કરો તો નિભાવો તો જ એ પ્રેમ… બાકી કરવા માં શું, વાત તો નિભાવ માં આવે છે.
પ્રેમ ના નામે ભાવનાત્મક અત્યાચાર વધુ થતો હોઈ છે. 😦

અને હા ભાવનાત્મક વ્યક્તિ ઓ એ દિલ થી લેવું નહિ. અને એમની લાગણી ઓ ને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. બસ વ્યક્તિગત વાત છે આતો.

ચાલો ફરી મળીશું, ત્યાં સુધી લખતા રહો. વાંચતા રહો. 🙂

Written by એકતા

ફેબ્રુવારી 20, 2013 at 5:16 પી એમ(pm)

દિન કુછ ઐસે ગુઝારતા હૈ કોઈ …

with 12 comments

એવી ઘણી યાદગાર ગઝલ આપનાર શ્રી જગજીત સિંગ ની થોડા દિવસ પેહલા  જ જન્મ જયંતી ગયી અને મને ખૂબ યાદો અપાવતી ગયી ..

મારી એક મિત્ર ના દ્વારા એના પિતાજી ના મિત્ર ની મુલાકાત થઇ હતી, એ પણ જગજીત સિંગ ના ચાહક હતા. જયારે એમણે ગઝલો વગાડી તો અનાયાશે મારાથી બોલાય ગયેલું, ઓહ જગ્ગુ .. .. એમણે USA માં શ્રી જગજીત સિંગ ના ઘણા સંગીત ના જલસો ઓનું  આયોજન કર્યું હતું. આવો એક મોટો ચાહક વર્ગ છે. 🙂  પરંતુ મારા જગ્ગુ સંબોધન પર ખુબ હસ્યાં હતા. અને મને પર મારી નિખાલસ મુર્ખામી પર જરા હસવું આવ્યું હતું. 😉

મેં પ્રથમ વખત “અર્થ” અને “સાથ સાથ” ના ગીતો સાંભળીયા હતા એ પણ હું ૮ માં ધોરણ માં અભ્યાસ કરતી હતી. બસ પછી તો થોડી શેર ઓ શાયરી ઓ નું સંગ્રહ શુરુ થયું … અને સ્કુલ માં થોડા મિત્રો ને ભેગા કરી ને સાંભળવા ની મજા આવતી હતી. અત્યારે જ એક સ્કુલ ની મિત્ર ને મળી અને એને એજ વાત યાદ કરી.  😉 .. લોકો યાદ કરે છે એ જાણી ખુશી થઇ … 🙂

થોડી પંક્તિ ઓ હું ખુદ પણ તાજી કરી લઉં અને એમના ચાહકો ને પણ કરાવી લઉં

યુ જીંદગી કે રાહ મેં મજબૂર હો ગયે .. ઇતને હુએ કરીબ કે હમ દુર હો ગયે ..

प्यार का पहला ख़त लिखने में वक़्त तो लगता है,
नये परिन्दों को उड़ने में वक़्त तो लगता है.

मैं ख़याल हूँ किसी और का मुझे सोचता कोई और है
सर-ए-आईना मेरा अक्स है पस-ए-आईना कोई और है

हाथ छूटे भी तो रिश्ते नहीं छोड़ा करते
वक़्त की शाख़ से लम्हें नहीं तोड़ा करते

कौन आएगा यहाँ, कोई ना आया होगा,
मेरा दरवाज़ा हवाओं ने हिलाया होगा.

वो दिल ही क्या तेरे मिलने की जो दुआ ना करे,
मैं तुझको भूल के जिंदा रहूँ, खुदा ना करे.

शाम से आँख में नमी सी है, आज फिर आपकी कमी सी है,
दफ़्न कर दो हमें कि सांस मिले, नब्ज़ कुछ देर से थमी सी है,

वो ख़त के पुर्जे उड़ा रहा था, हवाओं का रुख दिखा था,
कुछ और ही हो गया नुमायाँ, मैं अपना लिखा मिटा रहा था,

तेरे बारे में जब सोचा नहीं था,
मैं तन्हा था मगर इतना नहीं था,

બસ થોડી જ મુકું છું કેમકે સંગ્રહ ઘણો છે અને કઈ મુકું અને ના મુકું એ સવાલ ગુચવે છે થોડો. 😦

આ શેર અને શાયરી ના સંગ્રહ માટે ઘરે થી ઠપકો પણ પડ્યો તો, નીચે પ્રમાણે,
=> આ કઈ ઉમર છે આવું કરવાની.
=> સમજ પણ પડે છે શું કેહવા માંગે છે.
=> આ બધું આપણું કામ નથી.
અને એવું ઘણું બધું. સમજ નહિ પડી, કે એ સમયે મેં એવું તે શું કર્યું છે અને એનો કોઈ ચોક્કસ સમય પણ હોઈ છે એવું જ્ઞાન નહિ હતું  😦 ;(

પરંતુ પપ્પા એ બો ખાસ કીધું નહિ પણ પછી થોડું જાતે જ ઓછું કરી નાખ્યું. ભણવા ના ચક્કર માં. 😉 .

જગજીત સિંગ જી ની ગઝલો એકંદરે  ઘણી સરળ રેહતી હતી સમજવા માં અને ગાવા માં પણ. 😉

ખુબ ખુબ ધન્યવાદ જગજીત સિંગ ને જેમની કૃતિ ઓ જીવનભર જહેન માં રેહશે. 🙂

ફરી મળીશું કૈક આવીજ જ અમસ્તી પરતું જીવન ના અમુક પ્રસંગો ને જીવંત કરી દેતી યાદો સાથે કે નવી જ કોઈ વાતો સાથે.

Written by એકતા

ફેબ્રુવારી 12, 2013 at 3:10 પી એમ(pm)

સમય

with 5 comments

જયારે પણ સમય શબ્દ સાંભળું છું ત્યારે ત્યારે મને દુરદર્શન પર આવતું મહાભારત યાદ આવે છે …  નાના હતા ત્યારે ખબર પડતી હતી નહિ … આ સમય શું છે? …. એમાં વારંવાર સમય આવી ને કહે છે “મેં સમય હું .. ” અને વાર્તા આગળ વધારે છે …. એ કેમ આવતું હતું એ ચોક્કસ પણે નહિ કહું … પરંતુ એ જયારે આવે ત્યારે કોઈક ની વિવશતા કે વિશાળતા ની વાતો કરે છે ….

વ્યક્તિ કેટલો પણ કુનેહ કેમ ના હોય .. સમય એક ક્ષણે પ્રશ્નાર્થ મૂકી જ દે છે …   આનો મતલબ એ પણ નથી કે  વ્યક્તિ ની કુનેહ કે ક્ષમતા પર વિશ્વાસ નથી … પરતું સમય એને ક્યારેક તો માર્યાદિત કરે જ છે …

એકદમ સાદું ઉદાહરણ લઇ એ …. ભારત ના માનીતા ક્રિકેટર સચિન તેંદુલકર હોય કે અભિનય ના શનેશાહ અમિતાભ જી … એમની આવડત  કે ક્ષમતા પર કોઈ શંકા નથી ….  પરંતુ ચોક્કસ સમયે એ સત્ય નથી હોતું ….. એવો સમય પસાર કરીએ પછી અભિમાન નિંદા કે કોઈ પણ વિવેચક ની ખાસ અસર નથી થતી ….  આ તો ઘણા મોટા માથા ઓ ની વાત કરી …. આમ આદમી પણ આના થી પરે નથી …  અભિમાન કરવું અને એમાં રાચતા રેહવું દરેક ના સ્વભાવ માં છે …  ૫-૬ વસ્તુ માં શું નિષ્ણાત થઇ જાય પોતે જ કૈક છે એવું મગજ માં ભરાવી દે .. અને એમાં ૨-૩ વ્યક્તિ ચઢાવી દે એટલે પત્યું . એમાં થી બહાર આવતું અઘરું થઇ જાય …

સભ્યતા અને નમ્રતા કેવી રીતે જાળવવી એમનું ભાન નથી હોતું પછી …..

કાલે જ મને કોઈક એ કહ્યું …સમય જેવું કશું નથી હોતું, તમે શું કરો છો એ જ બધું છે … અને પ્રતિઉત્તર માં મેં બસ એટલું જ કહ્યું … તમે જેમાં નિષ્ણાંત છો એ શું દરેક ક્ષણે એક સરખું જ પુરવાર થઇ છે … કે ક્યારે નિષ્ણાંત હોવા છતાં નિષ્ફળતા નો અનુભવ થયો છે ?  બસ એમને જવાબ મળી ગયો ….   ફરી એક જ વાત … તમારી ક્ષમતા કે કુનેહ પર પ્રશ્નાર્થ નથી …  વાત બધા ની કદર કરવા ની છે …. વાત સફળતા બસ તમારે લીધે છે એવી રાય મગજ માં પેદા કરો છો એની છે ….

એક કેહવત છે ને …  “જબ આદમી ક બુરા વક્ત હોતા હૈ તો ઊંટ પે બેઠે આદમી કો ભી કુત્તા કાટ લેતા હૈ …”  😦 બસ એક વાર કુતરું કરડી જાય પછી શાણા લોકો માં વધારે નમ્રતા કે સમજ આવે છે …. અને અમુક કીડા ઓ ત્યારે પણ કુતરા નો જ કે ઊંટ નો વાક કાઢતા રહી જાય છે ….એવા લોકો માટે ઘણી સહાનુભુતિ … 😉

Written by એકતા

ડિસેમ્બર 3, 2012 at 3:57 પી એમ(pm)

તલાશ

with 7 comments

આમીર ના ચાહોકો અને ગંભીર ફિલ્મ ચાહકો ને ગમે એવી ફિલ્મ છે ….

પરંતુ હોલીવુડ મુવી “The Sixth Sence” જેમણે જોઈ હશે એ લોકો રહસ્ય પકડી પાડશે  … એમ પણ ભેદ છતો થોડે અંશે થઇ જ ગયો છે છતાં મને નિર્દેશન ની પરિપક્વતા ગમી … ઉપરાંત વાર્તા જે રીતે વર્ણવી છે એ પણ ગમ્યું  … 🙂  આમીર કરતા પણ કરીના બાજી મારી ગઈ હોઈ એવું લાગ્યું .. એકદમ સહજ અભિનય લાગ્યો .. 😉 આમીર એ એની પૂર્ણતા જાળવી છે .. જેના માટે એને ખુબ અભિનંદન .. રાની નો અભિયાન હમેશ જેવો જ લાગ્યો .. નહિ વધારે નહિ ઓછો ….

આપણે હમેશા શું સાચું ખોટું … કોઈક આસ્થા અને માન્યતા સાથે જીવતા હોઈ એ છે … અને અમુક વસ્તુ કે વ્યક્તિ માટે દ્રઢતા થી માનતા હોઈ છે …. :પ  એ કોઈક ના સમજવા થી કે વિશ્વાસ બેસાડવા થી પણ મનાતું નથી … એ તો બસ અનુભવ થાય ત્યારે જ મનાય છે … અને જયારે અનુભવ થાય પછી એ સ્વીકારવો સહજ નથી હોતો ..

વાત સામાન્ય – અસામાન્ય કે વિશ્વાસ – અવિશ્વાસ ની  નથી …. બસ અનુભવ ના અભાવ ની છે …

અમુક નિર્ણયો જીવન માં ખરા ખોટા કે વિશ્વાસ અવિશ્વાસ થી નથી થતા ….. અને એના માટે જયારે કારણો આપવાના હોઈ જે લોકો ને ખાતરી વાળા નથી લગતા ત્યારે એ સમયે જે અનુભવતા હોવ છો એ લોકો સુધી નહિ પહોચાડી શકતા ત્યારે બેહદ લાચાર જેવી લાગણી અનુભવાય છે … 😦

જેના માટે કોઈ દોષી નથી પરંતુ એ અનુભવ જેટલો જલ્દી પસાર થાય જી એટલી જ સારું હોઈ છે …

તલાશ માં આવું જ કૈંક કેહવા માં આવ્યું છે …  એક વાર જરૂર હોવી …. તલાશ પણ અને “The Sixth Sence” પણ. 🙂

Written by એકતા

ડિસેમ્બર 1, 2012 at 3:59 પી એમ(pm)

કોકટેલ

leave a comment »

આજે કોકટેલ જોવા માં આવ્યું …. અને કોકટેલ(મિશ્ર) જેવું જ લાગ્યું ….

આપણા જીવન માં લાગણી ઘણી મિશ્ર થઇ જતી હોઈ છે ….. બસ મુવી માં એજ દર્શાવા માં આવ્યું છે …. લાગણી ઓ સમજવી હમેશા મુશ્કેલ હોઈ છે .. અને એનાથી પણ વધુ એને દર્શવાવી …

મુવી માં જેમ બતાવ્યું છે …. કે એક બીજા ને પ્રેમ કરે છે અને બીજો ત્રીજા ને …. અને ત્રણે સારા મિત્રો હોઈ ….એટલે થાય છે કોકટેલ …..

આમ જીવન માં પણ આવું થતું જ રહે છે .. તને કોઈ ને પ્રેમ કરો અને એ કોઈ ને કરે તો તમે શું કરો ???? અત્યારે કેહવું સેહલું છે … જો ખરેખર આવી પરિસ્થિતિ નો સામનો કરવો પડે તો ?? .. પરંતુ જો ખરેખર આવી જ પરિસ્થિતિ હોય તો લાગણી ઓ ની વાટ લાગે …. સબંધો વણસે … મગજ ની દહીં …. શું સાચું શું ખોટો ની ખબર પડે નહિ …….આમાં ઘણી વાર જાણતા અજાણતા બીજા ની લાગણી ઓ ને ઠેસ પહોચાડતા હોય એ છે …. પરંતુ વાંક કોનો ???? કોઈ નો હોતો નથી ….. આવું પણ અપણા થી નથી સ્વીકારતું …….. ગયા ના ગયા બ્લોગ માં મેં લખયું હતું ….. “ઔકાત હોઈ તો જ પ્રેમ કરવો … કોઈ બીજા પર એહસાન કરતા હોઈ એવા ભ્રમ માં નહિ રેહવું ” …. સાવ સાચી વાત લાગી … તમે કોઈ ને પ્રેમ કરો અને એ બીજા ને કરે એમાં કોઈ નો વાંક ના હોઈ ….. એમાં એવું ના અનુભવવું કે તમે સારા નથી …. ના કે તમારો ઉપયોગ કરવા માં આવ્યો છે અને તમે પોતે સ્વાર્થી બની જાવ ……. પ્રેમ જબરદસ્તી થી તો ના થાય ને !!!! … અને જેને પ્રેમ કરો એ પેહલા તમારો મિત્રો તો બન્યો જ હશે … શું એ મિત્રતા બસ એક સ્વાર્થ માટે હતી …. અઘરું જરૂર હોઈ છે પણ મિત્રતા જાળવી જરૂર રાખી શકો છો …. સમય હમેશા એનું કામ કરતો હોય છે …… એ એટલું તો સમજાવી જ દેસે કે, તમે જેમ માનો અને ચાહો … એમ જ ચાલે એ જિંદગી ના હોઈ …… એ તમને આવી પરિસ્થિતિ ઓ નો સામનો કરવતો જ રેહશે ….. અને આવી પરિસ્થીતી ઓ એક જેવી જ નથી રેહતી …

ટૂંક માં ….. કોકટેલ જેવો લાગણી ઓ નો અનુભવ તો જીવન માં થતો જ રેહવા નો છે … બસ જેમ મુવી ના અંત ની જેમ એને જેટલું સહજ રીતે સ્વીકારી શકીશું ….એટલું જ સબંધો જાળવી રાખવા માં સફળ થઈશું …. પરંતુ હા …. તાળી એક હાથે નહિ વાગે …. સામે થી કોઈ હાથ લંબાવે તો સાથ ની આપો તો નુકશાન બંને નું જ થતું હોઈ છે …… જો આવી ભૂલ ના કરતા દોસ્તો …. 🙂

Written by એકતા

જુલાઇ 13, 2012 at 5:15 પી એમ(pm)

આમ ક્યાં સુધી રાહ જોવી … ???

with 4 comments

અરે કશું આડું અવળું ના વિચારો … હું તો વરસાદ ના આગમન ની વાત કરું છું …. અલબત આગમન થઇ ગયું છે અને નાના કસબા ઓ માં જામી ને વરસી પણ ગયો છે પરંતુ અમારા સુરત માં થોડી વાર લગાડી રહ્યું છે …..

વરસાદ ની ઋતુ આવે એટલે કેવી નવીનતા આવી જાય છે …. એ વુક્ષો વરસાદ માં પાલડી ને કેવા નવા નવા લાગે છે …..  વાતાવરણ માં કેવી આલહાદક સુગંધ પરસરી જાય છે ….. હા રોજીંદા જીવન માં થોડી અગવડો પડે છે … પરંતુ વર્ષા ની એ મીઠી મહેક ની સામે ચાલી જાય એમ છે …..

વરસાદ બહુ હાથ તાળી આપી રહ્યો છે …. મેઘ રાજ  ને વિનંતી છે કે, હવે ગરજો નહિ .. જલ્દી જલ્દી થી વરસો …. ભજીયા આમ  ગમે ત્યારે ખાઈ પણ વરસાદ વરસતો હોઈ ત્યારે ગરમ ચા ને ભજીયા ખાવા ની મજા જ કઈ ઔર હોઈ છે …. વરસાદ માં દરિયા કિનારે બેસવા ની પણ અલગ જ મજા છે  …..

લો આ લખતા લખતા એક જરા જમીન ને ભીંજવી ગયો વરસાદ …. પણ બસ જરા જ  …. આમ તો ક્યાં સુધી રાહ જોવી ….. અને રાહ જોયા વગર કોઈ ઉપાય પણ નથી …… વરસાદ ની મોસમ તો દરેક વર્ષે આવે છે પરંતુ ખબર નહિ કેમ … અત્યારે કેમ એટલી રાહ જોવ છું ….. કદાચ વૃક્ષો ની જેમ જીવન માં પણ નવીનતા આવે એના માટે જ તો …. !!!!

હવે મને ચોક્કસ પણે ખબર છે કે જેવો વરસાદ અપને ભીંજાવા આવશે, કે તમે મને પણ યાદ કરશો 😉

Written by એકતા

જૂન 26, 2012 at 4:18 એ એમ (am)

કેવી રીતે જઈશ

with 5 comments

આ પ્રથમ ગુજરાતી મુવી મેં જોઈ ….. મુવી ખુબ સરસ બનાવી છે ….. શરૂઆત થી અંત સુધી જોવા ની મજા આવી … વાર્તા નો સારાંશ ખબર હોવા છતાં મુવી જોવા ની ગમી … લાગણી ઓ ને અને સબંધો ને સારી રીતે દર્શવ્યા છે …

યુવાનો ને પણ ગમે એવી ગુજરાતી મુવી છે ….દરેક ગુજરાતી એ મુવી જોવું જોઈએ ….. કારણ કે પરંપરાગત ગુજરાતી મુવી કરતા ખાસ અલગ હતી ….

અમેરિકા કે બહાર ના દેશ માં જવા નું ગાંડપણ ગુજરાતી ઓ માં વધારે દેખાઈ છે …. મેં પણ અનુભવ્યું છે …  હું પોતે પણ અમેરિકા રહી આવી છું .. ૩ વરસ … એક બીજા દેશ માં રેહવાની અને બધું જાતે કરવા નો જે અનુભવ થયો છે એ એકદમ અલગ હતો …. બધી જ ક્ષણો માણી  છે ત્યાં  …  જયારે મેં અમેરિકા જવાનું વિચાર્યું હતું … ત્યારે વિચારવું નહિ પડ્યું … એના થી ઉલટું મારે ભારત પાછા આવા માટે વધારે વિચાર્યું પડ્યું હતું ….

મેં મારી બધું જ ભણતર સુરત માં કર્યું છે .. મારા પપ્પા ના નહિ કેહતા પણ સુરત ની બહાર ભણવા ની વાત કરું તો એવા તણાવ માં આવી જાય … પિતા તરીકે એમની ચિંતા સમજતી હતી ….. પણ જયારે મેં અમેરિકા ભણવા નું કીધું, તો જરા પણ સંકોચ વગર મને સંમતી આપી …. આતો એવું થયું અપને પોતા દેશ માં જ સુરક્ષિત અનુભવ નથી કરતા …. ખાસ કરી ને યુવાન છોકરી ઓ ના માતા પિતા …. 😦

કેવી રીતે જઈશ આવો સવાલ મને પણ થયો હતો જયારે મગજ માં ક્યાંક થી ખબર ની અમેરિકા વધારે ભણવા ની ઈચ્છા થઇ હતી ….

મને વિઝા મળ્યા ત્યારે મારા પપ્પા કીધું તું .. વિઝા મળે એટલે અમેરિકા જવું જ એવું નહિ અને અમેરિકા જાય તો ત્યાં રેહવું એવું નહિ …. ભણવા નું પૂરું થાય તો પાછા અપના ઘરે નિરાંતે આવી શકે છે …. (પપ્પા પણ અમેરિકા જઇ આવ્યા છે … એમને ત્યાં ની રીત ભાત નથી ગમતી …  😦  )

પરંતુ અહિયાં .. આપણા પોતા ના દેશ માં પાછા ફરીએ તો લોકો ના સવાલો તમારા દિલ અને વિશ્વાસ ની વાટ લગાવે ….

સવાલો કઈ આ પ્રકાર ના હોઈ છે – પોતે અનુભવ્યું છે આ .. બસ થોડા સવાલો જ લખું છું …. અને ઘણા બધા સવાલ જવાબ ના સંવાદો હું ભૂલી પણ ચુકી છું …. ;(

૧. કેમ આવતા રહ્યા પાછા ???
અરે મારા દેશ માં મારા ઘરે પાછા આવા માટે પણ કારણો આપવા પડશે …

૨. સારું થી આવી ગયા …
મારા પાછા આવાની રાહ જોતા હતા …..!!!!! 😉

૩. ત્યાં કશે જોબ ના મળી ???
સૌથી કાતિલ સવાલ આ હતો … મળતે અને તો પણ આવી જાતે તો …. અને એમ પણ અમેરિકા માં કામ તમે કશું પણ કરી શકો છો અને ગમે તે રીતે ત્યાં રેહવા ના ૧૦૦૦ રસ્તા ઓ છે જ .. પણ તો પણ અપને પાછા આવવું જ હોઈ તો ….

૪. હવે પાછા જવાના છો ??
હવે આનો જવાબ કઈ નક્કી હોતો નથી ….. ભવિષ્ય માં કોઈ કારણસર જવું પણ પડે … અને હું તમને શું કામ કહું … 😉

૫. આપને   તો ઇન્ડિયા માં જ સારું છે …
આ એવા લોકો છે જે લોકો ઇન્ડિયા ની બહાર ગયા નહિ હોઈ અથવા તો માત્ર પ્રવાસ અર્થે ગયા હોઈ ……અથવા પ્રમાણિક વ્યક્તિ ઓ જેઓ ને ત્યાં જઈને અને રહી ને આવ્યા છે અને નથી ગમ્યું ..

આવા અનેક હથોડા સવાલો હોઈ છે, જેનો સીધો જવાબો આપવા મજા ના હોઈ છે …..

જે પણ બહાર ભણવા, નોકરી કરવા જવા માંગે છે … એમને એક વાર ત્યાં જાય ને એ અનુભવ કરવો જ જોઈએ …. જેટલું સેહલું લોકો ફોટોસ કે મુવી જોઈ ને સમજે છે એવું તો નથી …..

Written by એકતા

જૂન 22, 2012 at 3:03 પી એમ(pm)

આજ નો રવિવાર

leave a comment »

આજે શ્રી નરેન્દ્ર મોદી સુરત માં કોઈ સભા કે કાર્યકમ માટે ઉપસ્થિત રેહવા પધાર્યા હતા. બધા જ લારી ગલ્લા ઓ બંધ અને કડક પોલીસ બંદોબસ્ત. મને તો ખુલ્લા રોડ પર ગાડી ચાલવાની મજા આવી. સુરત માં મારો જન્મ અને ઉછેર થયો હોવાથી એક અલગ પ્રકાર નું વળગણ છે સુરત થી … કશે પણ જાવ … સુરત એટલે સુરત … પરંતુ ટ્રાફિક ની …. સમસ્યા અત્યારે ઘણી છે … મારો શ્રી નરેન્દ્ર મોદી  ને પ્રસ્તાવ છે કે સુરત માં થોડા  સમય / દિવસો રહે …  થોડા દિવસ તો આ સમસ્યા માં થોડો સુધારો થાય  … આમાં થોડી આમ જનતા નો પણ વાંક છે … એ છે જનતા ની થોડી બેજવાબદારી …. આમ જનતા ને લીધે આમ જનતા જ ભોગવી રહી છે …. :।

બીજુ તો બે નવી બુક ખરીદી છે ….. “Uncommon people do things differently” અને “Midnight’s children by Salman Rasdi” …  વાંચી ને મંતવ્યો બ્લોગ પર જરૂર થી લખીશ ..

આજે “kung fu panda” જોયું … ત્રીજી વાર .. ઘણું સરસ મુવી છે …  એમાં કહે છે કે “there is not secrete ingredients” અને બીજું એ પણ વાત સત્ય કે સફળતા નો કોઈ મંત્ર નથી હોતો …  દરેક સફળ વ્યક્તિ ની કહાની અલગ હોઈ છે … અને એમાં કોઈ “secrete ingredients ” નથી હોતા .. પોતાની પ્રતિભા પારખવી એ ઘણી મોટી કળા છે …જે જીવનભર આપણે નથી કરી શકતા …. અને જો તમે એ કરી શકો તો ખરા લીડર છો … કારણકે ખરો લીડર જ પોતાની અને બીજા ની પ્રતિભા પારખી એને સાચી દિશા આપી શકે …. અને પછી સફળતા પાક્કી .. 🙂

એક મીની વેકેશન ની ઘણી જરૂર છે ….. પરંતુ અત્યારે શક્ય નથી જણાતું  😦 ….

ચાલો ફરી મળીશું બ્લોગ પર 🙂

Written by એકતા

મે 27, 2012 at 2:51 પી એમ(pm)